યુવાન બે દિવસથી ગુમ હતો, આજે લાશ મળી આવીહળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાંથી એક ખેત શ્રમિકની લાશ મળી આવી છે.મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી જ્યાં તબીબોની પ્રાથમિક કપાસમાં ખેત શ્રમિકનું મોત ગરમીના કારણે થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં આવેલ મુન્નાભાઈ ઉર્ફે પ્રવીણભાઈ મનસુખભાઈ ચાવડાની વાડીએ ગઈકાલે કવાટ તાલુકામાંથી મજૂરી કામ માટે આવેલ કરણભાઈ જયંતીભાઈ વણકર ઉંમર વર્ષ 21 સાંજના સમયે હટાણું કરવા કડીયાણા ગામ ગયા હોય અને પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે યુવાનની લાશ કડીયાણા-પાંડાતીરથ રોડ પરથી મળી આવી છે.બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.જ્યાં તબીબોની પ્રાથમિક તપાસમાં આ યુવાનનું મોત ગરમીના કારણે થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.