નવનિયુક્ત વહીવટદારનું સ્વાગત કરાશે મોરબી : મોરબી મ્યુનિ. એમ્પલો. યુનિયન દ્વારા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સભ્યોની મુદ્દત પૂર્ણ થતા યુનિયન પરંપરા મુજબ વિદાય લઇ રહેલા પ્રમુખ તથા ઉપપ્રમુખનો વિદાય સમારંભ તેમજ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળવાના છે, તેવા ચીફ ઓફિસરનો આવકાર સમારોહ કાર્યક્રમ યોજેલ છે. આ કાર્યક્રમ આજે 11 વાગ્યે ટાઉન હોલ ખાતે સાંજે 5 કલાકે યોજાશે. જેમાં તમામ વિભાગના કાયમી કર્મચારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ અશોક એન. જોષી (ઈ.ચા. પ્રમુખ) અને ગુજર એમ. અમીન (મંત્રી)એ યાદીમાં જણાવ્યું છે.