બે વર્ષ સુધી સર્વવેલન્સ સ્કોડમાં જમાદાર તરીકે સેવા આપી નોંધપાત્ર કામગીરી કરી હતીહળવદ : હળવદ પોલીસ મથકમાં જમાદાર તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ સોલગામાની તાજેતરમાં જ મોરબી ટ્રાફિક શાખામાં બદલી થવા પામી હતી.જેને લઇ હળવદ પોલીસ માથકે તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ મથકના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.સામાન્ય રીતે પોલીસ અને પ્રજાના સંબંધો થોડા ગંભીર હોય છે પરંતુ હંમેશા પોલીસ અને પ્રજા વચ્ચે લાગણી અને પ્રેમ જળવાઈ રહે તે જરૂરી છે.પ્રજાના દિમાગમાં પોલીસની એક છાપ હોય છે જેમાં ખાખીવર્દીમાં કડક અને કાયદાનું પાલન કરાવતા અધિકારી તરીકે લોકો યાદ કરતા હોય છે પણ લોકોની લાગણીની પણ પોલીસકર્મીને અસર થતી હોય છે.બસ આવી જ રીતે હંમેશા લાગણીશીલ અને પ્રેમાળ પરંતુ ગુનેગારો સામે કડક હાથે કામગીરી કરવામાં માહિર કિશોરભાઈ સોલગામાની મોરબી ટ્રાફિક શાખામાં બદલી થતાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.આ તકે હાજર સૌ પોલીસ જવાનોએ કિશોરભાઈ સાથે બજાવેલી ફરજ અને તેઓ તરફથી મળેલ માર્ગદર્શન યાદ કરી તેઓના નવા પોસ્ટિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગ પી.આઈ ડી.એમ. ઢોલ, તેજસભાઇ વિડજા,યોગેશદાન ગઢવી, દેવેન્દ્રસિહ ઝાલા, બીપીનભાઈ પરમાર, ગંભીર સિંહ ચૌહાણ, અજીતસિંહ, રમણીકભાઇ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.