નિવૃત શિક્ષક દ્વારા શાળાને ભેટ સ્વરૂપે 5000 રૂપિયા આપવામાં આવ્યા મોરબી : મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ગોંડલિયા મુકુંદભાઈ રામરતનદાસ વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થતાં તેમનો શાળા પરિવાર તરફથી વિદાય સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શિક્ષકનું સન્માન કરી માનભેર વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા સીઆરસી કો. ઓર્ડિનેટર સંદીપભાઈ આદ્રોજાની હાજરીમાં વિદાયમાન શિક્ષકનું હવે પછીનું શેષ જીવન આરોગ્યમય અને દીર્ઘાયુ રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ તકે મુકુંદભાઈ ગોંડલિયા તરફથી શાળાને ભેટ સ્વરૂપે 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા. શાળાના સ્ટાફ પરિવાર તરફથી તેમને શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું. શાળાના સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ક્રાર્યકમનું સફળ સંચાલન સંજય બાપોદરિયાએ કર્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..