મોરબી : આજ રોજ ગુજરાત સરકાર નિયામકની કચેરી અંતર્ગત ચાલતી આદર્શ નિવાસી શાળા, રફાળેશ્વરમાં અભ્યાસ કરતા ધો. 10 અને 12 ના વિધાર્થીઓ નો 'શુભેચ્છા સમારંભ' અને 'વિદાય સમારંભ' આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડાભી અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે ડાભી દ્વારા વિધાર્થીઓની મહેનત અને શિક્ષકોની મહેનતનું સારું પરિણામ આવે અને સમાજમાં સારા નાગરિક બનીને પોતાનો વિકાસ સાધે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અંતે શાળાના આચાર્ય પી. જી. ઉકાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.