20 વર્ષની શૈક્ષણિક સફર બાદ નિવૃત્ત થતા આચાર્યે વિદ્યાર્થીઓને ભોજન કરાવી 175 પ્લેટનું અનુદાન કર્યુંટંકારા (મોરબી અપડેટ): તાલુકાની અમરાપર પ્રાથમિક શાળામાં 20 વર્ષ સુધી ઉત્કૃષ્ટ સેવા આપનાર અને તેમાંથી 17 વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવનાર બી.કે.જોષીનો વય નિવૃત્તિ વિદાય સમારંભ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. આચાર્ય તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે શાળાનું નવસર્જન કરી તેને એક સમૃદ્ધ શૈક્ષણિક સંસ્થા બનાવી છે.આ વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શૈક્ષિક સંઘના પ્રમુખ ચિકાણીભાઈ, મહામંત્રી અભયભાઈ, રાષ્ટ્રીય સંઘના પ્રતિનિધિ બારૈયાભાઈ, ગાયત્રીનગરના આચાર્ય રસિકભાઈ, જબલપુર શાળાના જસવંતભાઈ, ટોળ શાળાના આચાર્ય, ગામના સરપંચ, ઉપસરપંચ, મંડળીના પ્રમુખ, દૂધમંડળીના પ્રમુખ તેમજ શાળાના વર્તમાન આચાર્ય ગાંભવાભાઈ અને શિક્ષક વાત્સલ્યભાઈ, રાજુભાઈ, અમિતભાઈ, રસિકભાઈ, ફાલ્ગુનભાઈ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.પોતાની નિવૃત્તિના આ વિશેષ પ્રસંગે બી.કે.જોષીએ શાળાના તમામ બાળકોને ભરપેટ પાઉંભાજીનું ભોજન કરાવ્યું હતું. આ સાથે શાળામાં કાયમી ભોજન વ્યવસ્થા માટે 175 પાઉંભાજીની પ્લેટો પણ સંસ્થાને અર્પણ કરી હતી. તેમના આ સેવાકાર્યને હાજર મહેમાનો અને ગ્રામજનોએ ભારે બિરદાવ્યું હતું.સમારંભમાં ઉપસ્થિત વક્તાઓએ આચાર્યના 20 વર્ષના સમર્પણ અને શાળાના વિકાસમાં આપેલા યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. અંતમાં બાળકો અને ગામના વડીલોએ ફૂલહાર પહેરાવી તેમને ભાવભીની વિદાય આપી હતી. શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ તેમના સ્વસ્થ અને સુખમય નિવૃત્ત જીવનની કામના કરી હતી.#Morbi #MorbiUpdate #Amrapar #AmraparPrimarySchool #RetirementFarewell #EducationNews #MorbiNews #GujaratEducation