મોરબી : મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં બ્રાહ્મણી-૧ તેમજ બ્રાહ્મણી -૨ સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ નિવૃત્ત થતા હોય જેથી ભાવભેર વિદાય સમારંભ યોજાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બ્રાહ્મણી-૧ તેમજ બ્રાહ્મણી -૨ સિંચાઇ યોજના પર પાયાની ફરજ બજાવતાં ધર્મેન્દ્રગિરિ ગોસાઈ વર્કચાર્જ વર્ક આસિસ્ટન્ટ તેમજ બિપીનસિંહ જાડેજા વર્કચાર્જ વર્ક આસિસ્ટન્ટ આગામીતા.૩૧/૦૭/૨૦૨૨નાં રોજ સરકારના નિયમ મુજબ વય નિવૃત્ત થતાં હરપાલ સાગર (બ્રાહ્મણી-૧) ડેમના રમણીય પટાંગણમાં નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિંચાઇ વિભાગ મોરબીના કાર્યપાલક ઇજનેર એ.એલ.સાવલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર કે.જી.લીંબડીયા તેમજ બહોળી સંખ્યામાં સિંચાઇ સ્ટાફ તેમજ ખેડૂતો દ્વારા ભાવભર્યું વિદાયમાન અપાયું હતું.