મોરબી : મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાનાં કર્મચારી પુરણસિંહ કનુભા જાડેજા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. 1984 થી રાવલમાં નોકરી પર હાજર થનાર મોરબીના કર્મચારી પુરણસિંહ કનુભા જાડેજાએ પોતાની ફરજ દરમિયાન અનેક શિલ્ડ મેળવ્યા છે. તેમની ફરજનો કાર્યકાળ પણ 37 વર્ષ 9 મહિના 25 દિવસ જેવો રહ્યો હતો. આજરોજ એમની ફરજનો છેલ્લો દિવસ હોવાથી સહ કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ અશ્રવિનીકુમાર નેગી, બ્રાન્ચ મેનેજર દેવેન્દ્ર ઠાકુર, ભાવનાબેન અજમેરીયા, હંસિકા યાદવ, કોમલબેન કટારીયા, આરીફભાઇ શેરસીયા , યુઆઇડીઆઇ વિભાગના કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.