મોરબી: તારીખ 25 ઓગસ્ટના રોજ રોટરી ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ફરાળી વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે કેટેગરીમાં ફરાળી મીઠાઈ અને રેગ્યુલર ફરાળી વાનગી હરિફાઈ રાખવામાં આવી હતી. આ હરીફાઈમાં બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે colors ગુજરાતીના જાણીતા કુકિંગ એક્સપર્ટ ક્રિષ્નાબેન કોટેચાએ સેવા આપી હતી. નિર્ણાયક નિર્ણય લે તે સમય દરમિયાન મહિલાઓને ફૂડ ક્વિઝ રમાડવામાં આવી હતી. ક્રિષ્નાબેન કોટેચાએ મહિલાઓને ફરાળી વાનગી બનાવવામાં ઉપયોગી એવી ટિપ્સ પણ આપી હતી.