અમિતાભ બચ્ચન સાથે રૂબરૂ મુલાકાત: 27 ઓગસ્ટે પ્રસારિત થયેલા એપિસોડમાં બન્યા યાદગાર ક્ષણના સાક્ષીમોરબી અપડેટ : લોકપ્રિય ટેલિવિઝન ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ના સેટ પર ઉપસ્થિત રહેવું એ ઘણા લોકોનું સપનું હોય છે. ત્યારે મોરબીના વિપુલભાઈ લોખીલ અને તેમના પરિવારને KBC ના સેટ પર ઓડિયન્સ તરીકે ઉપસ્થિત રહેવાનો અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને રૂબરૂ મળવાનો એક અનોખો અને દુર્લભ અવસર પ્રાપ્ત થયો હતો.KBC ની ઓડિયન્સ માટે પસંદગી થયા બાદ વિપુલભાઈ લોખીલ પોતાના પરિવાર સાથે મુંબઈ ખાતે KBC ના સેટ પર પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની સોનલબેન લોખીલ, પુત્ર જયરાજ લોખીલ અને પુત્રી પ્રિયા લોખીલ પણ આ ખાસ પળના સાક્ષી બન્યા હતા.આ મુલાકાત દરમિયાન પરિવારને KBC ના હોસ્ટ અમિતાભ બચ્ચનજીને રૂબરૂ મળવાનો અને તેમની સાથે યાદગાર પળો માણવાનો વિશેષ લ્હાવો મળ્યો હતો. સમગ્ર પરિવાર માટે KBC ના સેટ પર શૂટિંગનો જીવંત અનુભવ અને સદીના મહાનાયક સાથેની રૂબરૂ મુલાકાત અત્યંત રોમાંચક, ગૌરવપૂર્ણ અને યાદગાર બની રહી હતી.આ ખાસ ક્ષણો ધરાવતો એપિસોડ ગત 27 ઓગસ્ટના રોજ Sony Entertainment Television પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ KBC ટીમ દ્વારા પરિવારની KBC ના સેટ પરની તમામ યાદગાર તસવીરો તેમની રજીસ્ટ્રેશન લિંક પર રિલીઝ કરવામાં આવી છે, જે આ પરિવાર માટે KBC સાથે જોડાયેલી સુંદર યાદોને કાયમી બનાવશે.#MorbiUpdate #MorbiNews #KBC #KaunBanegaCrorepati #AmitabhBachchan #MorbiFamily #MemorableMoments #Morbi