ઉત્તરપ્રદેશના વતની શ્રમિકની પાવડાના હાથાના ઘા ઝીકી હત્યા કરાતા ગુન્હો નોંધાયોવાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ સનપાર્ક સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં ખર્ચાના પૈસા માંગનાર ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાનની તેના જ કૌટુંબિક સગાએ પાવડાના હાથના ઘા ઝીકી હત્યા કરી નાખતા હત્યાના આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ સનપાર્ક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાન સંદીપ રાજેશ જોશી નામના યુવાનની હત્યા થઈ જતા મૂળ બલાબેહટ ઉત્તરપ્રદેશના વતની અને મૃતકના કૌટુંબિક ભાઈ રાહુલ પુરનલાલ જોશીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વધુમાં ફરિયાદી સંદીપ રાજેશ જોશીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક સંદીપ સનપાર્ક સિરામિક ફેકટરીમાં એકલો જ અલગ ઓરડીમાં રહેતો હતો. ગઈકાલે રાત્રે મૃતક સંદીપે તેના જ ગામના આરોપી રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોશી પાસે ખર્ચાના રૂપિયા માંગતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં રાનું ઉર્ફે પ્રવીણે સંદીપને પાવડાના હાથ વડે બેફામ માર મારતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.