મોરબી: મોરબીના લાલપરથી આગળ શૈલેષ વે બ્રિજ પાસે આજે સાંજે 6 વાગ્યાની આસપાસ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટ્રેઇલર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવકનું નામ રસિકભાઈ ભીખાભાઇ જીવાણી (ઉ.વ. 38) છે. તેઓ મૂળ રસનાળ ગામના વતની હતા અને હાલ મોરબીના પંચાસર રોડ પર આવેલી પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા હતા. રસિકભાઈ લાલપર પાસે ફેબ્રિકેશનની દુકાન ધરાવે છે. તેઓનું આકસ્મિક મૃત્યુ થતાં જીવાણી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.#Morbi #MorbiUpdate #MorbiAccident #Lalpar #RoadAccident #MorbiNews #AccidentNews #TragicDeath