મોરબી: સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદી માહોલ બાદ રોડ-રસ્તાની હાલત કથળી છે. અને ઠેર-ઠેર રસ્તામાં પડેલા ગાબડાંઓ અકસ્માતને નોતરી રહ્યા હોય એવું લાગે છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી ભયના ઓથારે ખાડાવાળા રસ્તાઓમાં પસાર થવા મજબુર બન્યા છે. પરંતુ આ બાબતે પ્રશાસન કોઈ ધ્યાન ન આપતું હોવાની પણ લોકચર્ચા છે. અને મોરબીના રોડ-રસ્તા બાદ હવે પુલની સ્થિતિ પણ કથળી છે. જેમાં મોરબીના બેલા અને પીપળી રોડ વચ્ચે આવેલ લેનોરા વિટરિફાઈડ સિરામિક સામે નબળુ પુલિયું તુટતા ડમ્પર ફસાઈ જવાની ઘટના બની હતી. જોકે સદનશીબે કોઈ જાનહાનિ થય નહોતી. ડમ્પરને જોવા લોકોના ઉમટી પડ્યા હતા.