ટંકારા : ટંકારા ધ્રોલ હાઇવે ઉપર સાવડી ગામના પાટિયા પાસે આજે રેતી ભરેલું ડમ્પર આજે બપોરે પસાર થઈ રહ્યું હતું. ત્યારે ડમ્પર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ડમ્પર રોડ પર પલ્ટી મારી ગયું હતું. જો કે વાહનોથી સતત ધમધમતા ટંકારા ધ્રોલ હાઇવે ઉપર રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતા થોડીવાર માટે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. જો કે સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થઈ હોવાનો અહેવાલ મળ્યા છે.