પોલીસે ડમ્પર ઉભું રખાવી ડ્રાઇવરને પોલીસ મથકે લઈ જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરીમોરબી : મોરબીની નટરાજ ફાટકે એક ડમ્પર ચાલકે ડમડમ હાલતમાં બેરિકેટ ઉલાર્યા હોવાની ઘટના સામે આવી છે. જો કે પોલીસે તેને પકડી લઈ પોલીસ સ્ટેશને લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની નટરાજ ફાટકે રાત્રીના 9 વાગ્યાના અરસામાં જીજે 03 બીટી 5114 નંબરના ડમ્પરના ડ્રાઇવરે નશાની હાલતમાં ડમ્પર ચલાવી પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન માટે રાખવામાં આવેલા બેરિકેટ ઠોકરે લઈને ઉલાર્યા હતા. જો કે પોલીસ ઘટના સ્થળે જ હોય તુરંત જ ત્યાં દોડી જઇ ડમ્પર ઉભું રખાવી ડ્રાઇવરને પકડી લઈ પોલીસ સ્ટેશને લઈ જઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.