વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક ગઈકાલે બપોરના સમયે પગપાળા ચાલીને જઈ રહેલા રીટાબેન સુરેશભાઈ રંગપરા નામના મહિલાને જીજે - 36 - ટી - 9404 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રિટાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પતિ સુરેશભાઈ વાલજીભાઈ રંગપરા રહે.નવા ઢુંવા વાળાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.