વીસેક દિવસ પૂર્વેની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના પીપળીયા આમરણ રોડ ઉપર નવા ખારચીયા ગામના પાટીયા પાસે રિવર્સમાં આવતા ડમ્પર ચાલકે યુવાનને પાછળના જોટામાં હડફેટે લઈ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બનાવના 20 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળીયા આમરણ રોડ ઉપર નવા ખારચીયા ગામના પાટીયા પાસે MP-39-H-2262 નંબરના ડમ્પર ચાલકે આગળ પાછળ જોયા વગર પોતાનું ડમ્પર ચલાવી નવા ખારચિયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ શેરસીયાને ડમ્પરના ખાલી સાઈડના જોટામાં હડફેટે લઈ લેતા ડાબા પગના થાપામાં ફેક્ચર તથા ગુપ્ત ભાગે તથા કમરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. બનાવ 20 દિવસ પૂર્વે બન્યો હોય અને આરોપી ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી જતા ભરતભાઇ કાનજીભાઇ શેરસીયાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ વી એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.