રોડ ઉપર ગાય આડી ઉતરતા બસ ચાલકે બ્રેક મારી અને પાછળ ડમ્પર ઘુસી ગયું ટંકારા : ભુજથી રાજકોટ તરફ આવતી એસટી વોલ્વો બસ ટંકારા નજીક પહોંચતા પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારતા વોલ્વો બસમાં નુકશાન પહોંચ્યું હતું અને મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. બનાવ અંગે ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ભુજથી રાજકોટ તરફ એસટી વોલ્વો બસ આવી રહી હતી અને ટંકારા છાપરી નજીક પહોંચતા ગાય આડી ઉતરતા બસ ચાલકે બ્રેક મારતા પાછળ પુરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર GJ12BW-8382 વોલ્વો સાથે અથડાયું હતું. ઘટના અંગે વોલ્વો બસના ચાલક ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, રહે- ખીજદડ ગામ તા-કલ્યાણપુર જી-દેવભુમી દ્રારાકા વાળાએ ડમ્પર રજીસ્ટર નંબર- GJ12BW-8382ના ચાલક કમલેશભાઇ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯ એમ.વી.એકટ કલમ ૧૭૭.૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.