મોરબી : મોરબી શહેરના કન્યા છત્રાલય રોડ ઉપર સરદારનગર નજીક ગણેશ વિસર્જનના દિવસે રાત્રીના સમયે નશાની હાલતના સિરામિક ફેકટરીના કોન્ટ્રાક્ટરે વીજ થાંભલા સાથે કાર અથડાવતા સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાર કબ્જે કરી આરોપીને અટકાયતમા લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર સરદારનગર નજીક ગત તા.6ના રોજ ગણેશ વિસર્જનના દિવસે મોડી રાત્રે મૂળ આંધ્રપ્રદેશના વતની આરોપી હેમનારાયણરેડ્ડી રામચંદ્રરેડી વિરૂપાક્ષી ઉ.50 રહે. હાલ સિરામિક સીટી, સામાકાંઠા, મોરબી, વાળાએ પોતાના કબજા વાળી જીજે - 36 - આર - 7421 નંબરની ક્રેટા કાર વીજ થાંભલા સાથે અથડાવી અકસ્માત સર્જતાં પોલીસે 6.50 લાખની કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.