મોરબી : એસ.પી.સી સંલગ્ન શ્રેયસ વિદ્યાલય ખાતે 35માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અન્વયે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ટ્રાફિક શાખા દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ સ્પર્ધકોને વિશેષ ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.