મોરબીઃ મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના સહયોગથી ચંદ્રપુર મહંમદી લોકશાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. તમાકુ નિષેધ ચિત્ર સ્પર્ધામાં 65 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થિક અસરો વિશે વિવિધ ચિત્રો દોર્યા હતા. તેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તમાકુ સેલ મોરબીના એસ.ડબલ્યુ. તેહાનભાઈ શેરસીયાના માર્ગદર્શન હેઠળ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુંબના સભ્યોને તમાકુના દુષણથી દુર રહેવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ, જિલ્લા પંચાયત તમાકુ નિયંત્રણ કર્મચારી તેહાન શેરસીયા,TMPHS માથકીયાભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના મેડિકલ ઓફિસર ડો.સાહિસ્તા કડીવાર તથા સુપરવાઇઝર રાયધનભાઇ અને ચંદ્રપુર-1 સબ સેન્ટરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સી.એચ.ઓ. અને MPHW અને FHW તેમજ RBSK ટીમના ડો. ડિમ્પલબા અને FHW સોનલબેન હાજર રહ્યા હતા. આભાર વિધિ શાળાના આચાર્ય માથકીયા સાહેબે કરી હતી.