મોરબી : આજરોજ તારીખ 10-12-2024ના રોજ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર-રાજપર તથા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનાં સહયોગથી તાલુકા પ્રાથમિક શાળા રવાપર ખાતે તમાકુ વ્યસન અંગેની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય હીરેનભાઈ ધોરીયાણી તેમજ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રા.આ. કેંન્દ્ર-રાજપરનાં રવાપર સબસેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ પટેલ તથા મલ્ટીપરપઝ હેલ્થ વર્કર સુનિલભાઈ પંચાસરા દ્વારા બાળકોને તમાકુથી થતા ગેરફાયદા અને નુકસાન વિશે સમજણ આપવામાં આવી. તમાકુનાં વ્યસનથી પોતાને, કુંટુબ અને સમાજને મુક્ત રાખવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ડો. હિરલબેન સનારીયાના સહયોગ અને ફીમેલ હેલ્થ વર્કર કાજલબેન બાંભણિયાએ જહેમત ઉઠાવી હતી.