મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામમાં ધરમપુર યુવક મંડળ દ્વારા ગૌ સેવાના લાભાર્થે દર વષઁની જેમ આ વર્ષે પણ આગામી તા. 28/10/2019ના રોજ સોમવારે નૂતન વર્ષના પ્રથમ દિવસે રાત્રે 10 કલાકે ઐતિહાસિક નાટક 'પાટણનો છેલ્લો સમ્રાટ યાને કે કરણદેવ વાઘેલા' તથા કોમિક 'વાંઢાની વેદના' ભજવવામાં આવશે. આ તકે ધરમપુર યુવક મંડળ દ્વારા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.