17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્પર્ધાનું આયોજન: પ્રથમ વિજેતાને 51 હજારનું ઈનામ, ગુગલ ફોર્મ મારફતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશેમોરબી અપડેટ: રાજ્યમાં કલાને પ્રોત્સાહન આપવા તથા વિદ્યાર્થીઓમાં નાટ્યકલા, સંવાદ કૌશલ્ય અને અભિવ્યક્તિ ક્ષમતાનો વિકાસ થાય તે હેતુથી મોરબી જિલ્લામાં આગામી તારીખ 17/09/2026 થી 02/10/2026 દરમિયાન તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં “કલા મહોત્સવ” અંતર્ગત નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં આપવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ 25 થી 30 મિનિટનું નાટક રજૂ કરવાનું રહેશે. નાટકમાં સંબંધિત શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ નાટકનું HD વીડિયો રેકોર્ડિંગ કરી Google Drive પર અપલોડ કરવાનું રહેશે અને તેની લિંક Google Form માં સબમિટ કરવાની રહેશે. ખાસ નોંધવું કે, Google Drive ની સેટિંગ “Anyone with the link can view” રાખવાની રહેશે.આ સ્પર્ધામાં દરેક વિધાનસભા મતવિસ્તારના આધારે 8 પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમાંક મેળવનારને રૂ. 51,000, દ્વિતીય ક્રમાંકને રૂ. 31,000, તૃતીય ક્રમાંકને રૂ. 21,000 તથા ચોથાથી 8 મા ક્રમાંક સુધીની શાળાઓને રૂ. 11,000 નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. મોરબી જિલ્લાની તમામ શાળા-કોલેજોને આ નાટક સ્પર્ધામાં ભાગ લઈ નિયત સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન તથા કૃતિનું સબમિશન કરવા જણાવાયું છે.સ્પર્ધામાં રજીસ્ટ્રેશન તથા વીડિયો સબમિશન માટે Google Form ની લિંક (forms.gle/t8Cq2iTyosAW1QUt6) અને નાટકની સ્ક્રિપ્ટ તથા ઓડિયો ફાઇલ માટે Google Drive ની લિંક (drive.google.com/drive/folders/1yFvTGA67G9rjbUzjtlN6c_FAp-_LzdT4?usp=drive_link) જાહેર કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીત વ્યાસનો (87802 35518) પર સંપર્ક કરવા જિલ્લા યુવા અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #KalaMahotsav #DramaCompetition #MorbiNews #MorbiUpdate #Education #Gujarat #YouthFestival