મોરબી: શ્રી બેલા નાટક યુવા મંડળ અને સમસ્ત બેલા ગામ દ્વારા આગામી તારીખ 23/10/2025, ગુરૂવારના રોજ ભાઈબીજના પાવન પર્વે ભવ્ય ધાર્મિક નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ સમાજ વાડી, બેલા (રંગપર) ખાતે રાત્રે 09:30 કલાકે 'રામ વનવાસ' નામનું ધાર્મિક નાટક રજૂ થશે, જેની સાથે પેટ પકડીને હસાવતું કોમિક 'માણકીની માથાકૂટ' પણ ભજવવામાં આવશે. આ ધાર્મિક અને મનોરંજક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે શ્રી બેલા યુવા નાટક મંડળ તથા સમસ્ત બેલા ગામ દ્વારા જાહેર જનતાને સહર્ષ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.