મોરબી : તારીખ 18/10/2025ને શનિવારે રાત્રે 09:30 કલાકથી અવધ-4 સોસાયટી, નાની કેનાલ રોડ, મોરબીના રામજી મંદિર ચોકમાં મહાન ઐતિહાસિક નાટક 'સમ્રાટ હર્ષ' અને પેટ પકડીને હસાવતું કોમિક 'માલી મતવાલી'ની ભજવણી છે. આ નાટક વિવિધ ગામનાં આ સોસાયટીમાં રહેતાં ભાઈઓ દ્વારા વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના લાભાર્થે ભજવવામાં આવે છે. ખૂબ સુંદર વ્યવસ્થા અને તૈયારી સાથે નાટકનું આયોજન હોય અવધ-4 સમસ્ત સોસાયટી અને યુવક મંડળ તરફથી પધારવા ભાવભર્યુ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.સેવાની સાથે આપણી સંસ્કૃતિથી આજની પેઢી અવગત રહે અને ભારતના પ્રાચિન ઈતિહાસથી પરિચિત થાય તે આ નાટકનો મુખ્ય હેતુ રહેલો છે. આવા કાર્યક્રમોથી યુવાનો એકબીજાની નજીક આવે, સોસાયટીમાં સંપ વધે, કલાનો વિકાસ જેવા અનેક લાભો થતાં હોય છે. સહપરિવાર સાથે મનોરંજન મેળવી દિવાળીનો તહેવાર ઉજવવાની આ પરંપરાને પોષવા સમગ્ર અવધ-4 સોસાયટી પરિવારે ખભેખભા મિલાવી જહેમત ઉઠાવી છે. આપણાં મોટાભાગના પ્રાચીન હિન્દુ રાજાઓ નેકીટેકી અને ધર્મ રક્ષક, ન્યાયપ્રિય, સત્યવાદી અને નીતિવાન હતાં. જેની જાણકારી આવા નાટકથી મળતી હોય છે. અંગ્રેજોએ આપણી સંસ્કૃતિને વિકૃત ચિતરીને આપણને કાયમી ગુલામ બનાવવાની યોજના બનાવી હતી. આખરે આપણો સાચો ઇતિહાસ, સંસ્કૃતિ અને સમૃદ્ધિ ઉજાગર થયા વિના રહેશે નહીં. આ નાટક જોવા અનેક મહાનુભાવો પધારવાના છે. તો આયોજક દ્વારા સૌને વિનંતી કે અર્થવગરના સમાજિક અને માનસિક વિકૃતિ ફેલાવતાં અમૂક મૂવી જોવા કરતાં આવા સામુહિક રીતે નિર્દોષ મનોરંજન માણવા પધારશો. યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણની લીંક છે www.youtube.com/live/WMUGcI_qw7w?si=McT7cNsgROAJ5KVr