ટંકારા : ટંકારાના લજાઈ ગામમાં, નિરાધાર, અંધ અને અપંગ ગાયોની સેવા માટે, લજાઈ ગોશાળા દ્વારા એક મહાન ઐતિહાસિક નાટક 'ગૌ-આશિષ'નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાથે હાસ્ય રસિક કોમિક પણ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન તા. 24 સપ્ટેમ્બર 2025 ને બુધવારના રોજ, રાત્રે 10:00 કલાકે લજાઈ ગામના ગોંદરે કરવામાં આવ્યું છે. આયોજકોએ લોકોને આ કાર્યક્રમમાં જોડાઈને ગાયોની સેવા કરવા અને ગૌશાળાને મદદરૂપ થવા અપીલ કરી છે. આ આયોજન સોહંમદત્ત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત અને સદ્ગુરુ ઇલેક્ટ્રોનિક્સ, મોરબી સહયોગથી કરવામાં આવી રહ્યું છે.