મોરબી : મોરબીની ત્રાજપર ચોકડીએ જૂની શિવ અજંતા હોટલ પાસે રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. થોડા સમય પહેલા જ રસ્તા પરના ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ ફરીથી ત્યાં જ ખાડા પડી ગયા છે. ગઈકાલે જ આ સ્થળ પર રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં એક ટ્રક ફસાયો હતો. જેના કારણે ગટર તૂટી ગઈ છે. ગટર તૂટી જતા પાણી રસ્તા પર ભરાયા છે. આ ઉપરાંત ખાડાના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આ ગટરનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને રોડ રસ્તાનું યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.