મોરબી એસ્યોર પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવા આખરીનામું મોરબી : ઔદ્યોગિક નગરી મોરબીમાં ગુન્હાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં આવી છે અને અનેકાનેક સૂચના આપવા છતાં પરપ્રાંતિય મજૂરોની એસ્યોર મોરબી વેબ પોર્ટલમાં ઓનલાઇન નોંધ નહિ નાખનાર લોકોને હવે પોલીસ વીણી - વીણીને ઉપાડી રહી છે. જે અન્વયે ગઈકાલે એક ડઝનથી વધુ ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરપ્રાંતિય શ્રમિકોની ઓનલાઇન નોંધણી કરાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું હોવા છતાં આદેશનું ઉલ્લંઘન કરનાર સીરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કોન્ટ્રાકટર સામે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અન્વયે ચિરાગભાઇ જીવરાજભાઇ અઘારા, રહે-ગામ-ભડીયાદ, સુમિતભાઇ ભરતભાઇ રામાણી, રહે. મોરબી, રવાપર રોડ, મહેન્દ્રભાઇ રતીલાલભાઇ સોરીયા, રહે-ઘુટુ જનકપુરી સોસાયટી, ચંદ્રેશભાઇ સવજીભાઇ કુંડારીયા, રહે-ગામ નીચી માંડલ,વિમલભાઇ રમેશભાઇ સરસાવાડીયા, રહે-જીવાપર (ચકમપર) તા-જી-મોરબી સામે જાહેરનામા ભંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ જ રીતે જયપ્રકાશ રામસમુજ પાસવાન,નરહે. લાલપર, તા.જી.મોરબી, વિપુલભાઇ મગનભાઇ ડઢાણીયા, રહે. ખરેડા, મીલનભાઇ હિતેન્દ્રભાઇ જાની, રહે-મોરબી દરબાર ગઢ નાની મધાણીની શેરી તા.જી મોરબી, કીરીટભાઈ વેલાભાઇ વાઘેલા, રહે. મીંગલપુર ગામ ધોલેરા, અમદાવાદ તા.ધોલેરા જી.અમદાવાદ, મુળજીભાઈ જયંતીભાઇ કોળી, રહે. ઓરીએંટ બેંક શેરી ત્રાજપર તા.જી.મોરબી, ભરતભાઈ મનજીભાઈ ફેફર રહે.શકત શનાળા તા.જી.મોરબી અને નિલેશભાઇ પ્રભુભાઇ વિંજવાડીયા, રહે.ઓળ તા.વાંકાનેર જી.મોરબી વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી મોરબી પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો હતો.