મોરબી : તા. 4-8-2024ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે યોજાયેલ નિઃશુલ્ક પુસ્તક પરબમાં નવા બાળ સાહિત્યના પુસ્તકો ખરીદવા માટે વિવિધ દાતાઓ તરફથી રોકડ રકમ સ્વરૂપે કુલ 15000 રૂપિયાનું દાન મળ્યું હતું.જેમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા તરફથી 2500 રૂપિયા, ડૉક્ટર બાદી તરફથી 2500 રૂપિયા, અમિતભાઈ દેલવાડીયા તરફથી 2500 રૂપિયા તેમજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગીરી ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી તરફથી 7500 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. આમ પુસ્તક પરબ વાંકાનેરને કુલ 15000 રૂપિયાનું દાન મળ્યું છે.આ તમામ રૂપિયા બાળ સાહિત્યના પુસ્તકો ખરીદવા માટે પુસ્તક પરબ વાંકાનેરને દાનમાં મળ્યા છે. દાન બદલ સર્વદાતાઓનો પુસ્તક પરબની ટીમ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફ્લેઇસ ગ્રેનિટો (Flais Granito)મોરબી તરફથી પુસ્તક પરબની ટીમના તમામ સભ્યોને ટી-શર્ટ ભેટમાં આપવામાં આવ્યા છે. આ કાર્ય પુસ્તક પરબની ટીમ જિતેન્દ્રગીરી ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી વાંકાનેરના શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ વર્ષ- 2018થી ચાલી રહ્યું છે. જેનો લાભ સમગ્ર વાંકાનેર તાલુકાના લોકોને મળી રહ્યો છે.