મોરબી : હાલમાં જ MDSની નીટ પરીક્ષામાં મોરબીના પ્રજાપતિ સમાજના યુવકે ઓલ ઈન્ડિયા રેન્કમાં 705મો અને ગુજરાતમાં 27મો અને ઓબીસી કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં બીજો રેન્ક મેળવીને મોરબી વરિયા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. મોરબીના વરિયા પ્રજાપતિ સમાજના ડો. જીગર બરાસરાએ BDS (દાંતના ડોક્ટર)ની નીટની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગુજરાતમાં ઓબીસી કેટેગરીમાં બીજો રેન્ક મેળવ્યો છે. જેથી ડો. જીગર બરાસરાને MDS અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોઢા અને ચહેરાના દાંત-દાઢની સર્જરીના અભ્યાસ માટે પ્રવેશ મળ્યો છે. મહત્વનું છે કે, ડો. જીગર બરાસરા મોરબીના શિક્ષિત અને સમાજસેવા સાથે સંકળાયેલા પરિવારના નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને સમાજસેવક મનસુખભાઈ બરાસરા (મનુકાકા)ના નાનાભાઈ શિક્ષક એવા રમણિકભાઈ બરાસરાના પુત્ર છે. તેમજ ડો. મીરાબેન બરાસરાના પતિ, ડો. પ્રવિણભાઈ બરાસરા, પત્રકાર દિલીપભાઈ બરાસરા, લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાના નાનાભાઈ છે. ડો. જીગર બરાસરાએ સારા રેન્ક સાથે MDSમાં પ્રવેશ મેળવીને મોરબી જિલ્લા અને વરિયા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.