મોરબી : ધરમપુર (ટીંબડી) ગામે સમાજ વાડીના પ્રાંગણમાં ડો. આશિષ રાજેશભાઈ સવસાણી (ગામ- હિરાપર) તથા ડો. ધારા દેવજીભાઈ માકાસણા (ગામ - ધરમપુર) ના શુભ લગ્ન પ્રસંગે આ ડોક્ટર દંપતીએ વૃક્ષારોપણ કર્યું.કોરોના કાળમાં ઓક્સિજનની ઉણપ અને વાવાઝોડા વખતે અસંખ્ય વૃક્ષો પડી જવાના બનાવો બાદ લોકોને ઓક્સિજન અને વૃક્ષોની મહત્વતા સમજાય તેમજ પ્રકૃતિનું જતન થાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તે હેતુથી આ ડોક્ટર યુગલે લગ્નના ફેરા પહેલાં સમાજવાડીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી સમાજને નવી રાહ ચીંધી છે.