મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન એ આંતરડાના બે ઇમરજન્સી ઓપરેશન કરી પોતાની ફરજ સુપેરે નિભાવી બે દર્દીઓની જીંદગી બચાવી લીધી હતી. મોરબીની સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજા એ છેલ્લા ચાર દિવસની અંદર આંતરડાના બે ઇમરજન્સી ઓપરેશન સફળ રીતે કર્યા હતા. એક કેસમાં દર્દીનુ આંતરડું (duodenal 1st part perforation 1.5 cm * 1*5 cm) ફાટી ગયું હતું. જેનું તાત્કાલિક ઓપરેશન કરી સારવાર કરવામાં આવી હતી. તેમજ એક દર્દીનું ફસાઈ ગયેલું આંતરડું (irreducible inguinal hernia) તાકીદે ઓપરેશન કરી સારવાર આપી હતી. બંને ઓપરેશન બે-બે કલાકની અંદર તુરંત કરવામાં આવ્યા હતા. આમ, મોટાભાગના આર્થિક રીતે સદ્ધર લોકો સિવિલ હોસ્પિટલની સેવા લેવાને બદલે ખાનગી હોસ્પિટલોમાં નિદાન-સારવાર કરાવતા હોય છે. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આંતરડાના બે ઇમરજન્સી ઓપરેશન સફળ રીતે કરી પોતાની કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..