એક્સ ઉપર એકાઉન્ટ બનાવી હવે તમામ માહિતીઓ તેમાં મુકાતી રહેશેjavascript:nicTemp();મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ હવે સોશિયલ મીડિયા ઉપર કાયદા અંગે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું છે. જેમાં તેઓએ એક્સ ઉપર એકાઉન્ટ ખોલ્યુ છે. જેમાં દરેક માહિતી પોસ્ટ કરવામાં આવશે. એ ડિવિઝન પોલીસ દ્વારા તમામ માહીતીઓ જાહેર જનતા જોગ મુકવામાં આવશે. જેમાં નવા કાયદાઓ તેમજ સ્ત્રીને લગતા કાયદાઓ અંગે લોકો જાગૃત બને તે હેતુથી સરળ ભાષામાં તે અંગેની માહિતી મુકવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરી પણ તેવા મુકવામાં આવશે. તેમ એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા જણાવાયુ છે.