મોરબી : લાલપર નજીક ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક પરપ્રાંતીય શખ્સને લીલાપર રોડ ખાતેથી પકડી પાડી સીટી એ-ડીવીજન પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે લીલાપર ગામ તરફથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે કાન્હા વિટાનભાઇ પાઠક ઉ.વ.૨૧ રહે.આમડીયા શાસ્ત્રનીગાર જી.રીવા (એમ.પી.) નામનો એક ઇસમ આવતો હોય જેથી હકિકત વાળો મજકુર ઇસમ નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ લઇ નિકળતા તેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા નહીં હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટર સાયકલના માલીકનુ નામ સરનામુ અન્ય ઇસમનુ હોય જેથી ઇસમને વિશ્વાસ લઇ પુછપરછ કરતા મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ હોનેસ્ટ હોટલના ગ્રાઉન્ડમાથી મોટર સાયકલ ચોરી કરેલાનુ કબુલાત આપતા તેની અટકાયત કરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, એએસઆઈ રાજદીપસિંહ પ્રતાપસિંહ, હેડ કોન્સ. અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, કિશોરભાઇ મેણંદભાઇ, ચકુભાઇ દેવશીભાઇ, કોન્સ. ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ, તેજાભાઇ આણંદભાઇ, હિતેષભાઇ વશરામભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ રોકાયેલ હતા.