મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ સ્મશાન પાસેથી જુસબ હાસમભાઈ ભટ્ટી ઉ.વ.21 રહે. રેલવે સ્ટેશન પાછળ, રોહિદાસપરા, મોરબી વાળાને ચોરાઉ બાઇક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ બાઇક મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જ ચોરાયું હોય, બાઇક કબ્જે કરી પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.