લેખક : ખ્યાતિબેનAstrologer & Spiritual guideમોરબી : દરેક વર્ષ દિવાળીનો સમય માત્ર ઉત્સવ નહિ, પણ કર્મ, સમૃદ્ધિ અને દિવ્ય શક્તિઓને આવકારવાનો અદ્ભુત અવસર છે.વર્ષ ૨૦૨૫માં આ તહેવારોની તારીખો નીચે મુજબ છેતહેવાર તારીખ (૨૦૨૫) દિવસધનતેરસ ૧૮ ઑક્ટોબર શનિવાર.કાળી ચૌદસ ૧૯ ઑક્ટોબર રવિવાર.દિવાળી ૨૦ ઑક્ટોબર સોમવાર.બેસતુંવર્ષ ૨૨ ઑક્ટોબર બુધવાર.ભાઈબીજ ૨૩ ઑક્ટોબર ગુરૂવાર.ધનતેરસ — ધનની દેવી લક્ષ્મીનો આગમન દિવસસુવાક્ય: “જ્યાં સ્વચ્છતા અને શ્રદ્ધા હોય, ત્યાં દેવી લક્ષ્મીનું નિવાસ હોય.”આ દિવસે કુબેર, લક્ષ્મી અને ધન્વંતરી દેવની પૂજા કરવાથી આયુષ્ય અને સંપત્તિ બંને મળે છે.અતિ દુર્લભ ઉપાય (Vedic Remedies):સાંજે સાત ઘીના દીયા ઘરનાં ઉત્તર-પૂર્વ ખૂણે પ્રગટાવો અને “ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ” મંત્રનો 108 વાર જપ કરો.કનકધારા સ્તોત્ર નું પઠન ધનતેરસથી ભાઈબીજ સુધી દરરોજ 1 વાર કે 16 વાર કરવું.આવું કરવાથી ઘરમા ધનપ્રવાહ (“ધન ધારા”) સતત રહે છે.પૂજામાં એક ગોળ અને તુલસી પાન અર્પણ કરો — તે સમૃદ્ધિનું પ્રતિક છે.કનકધારા સ્તોત્ર: ધનતેરસની ઉજવણીમાં દેવીને प्रसન્ન કરવા માટે શ્રી શંકરાચાર્ય દ્વારા રચાયેલ “કનકધારા સ્તોત્ર”નું પણ પઠન કરવામાં આવે છે. નીચે સંપૂર્ણ આપેલ છે:अंगहरे पुलकभूषण माश्रयन्ती भृगांगनैव मुकुलाभरणं तमालम।अंगीकृताखिल विभूतिरपांगलीला मांगल्यदास्तु मम मंगलदेवताया:।।1।।૧. ભમરી, કળીઓમાંથી શોભતા તમાલવૃક્ષનો આશ્રય કરે છે. તેની જેમ શ્રી હરિના પુલકિત શરીરનો આશ્રય કરનાર મંગલ કરનાર, મંગલદેવતા શ્રી લક્ષ્મીજીના સૌંદર્યનો વૈભવ મારું મંગળ કરો.मुग्ध्या मुहुर्विदधती वदनै मुरारै: प्रेमत्रपाप्रणिहितानि गतागतानि।माला दृशोर्मधुकर विमहोत्पले या सा मै श्रियं दिशतु सागर सम्भवाया:।।2।।૨. જેમ ભમરી, કમળ પર વારંવાર દ્રષ્ટિ કરે છે તે જ રીતે પ્રેમમાં મુગ્ધ લક્ષ્મીજીની શ્રી વિષ્ણુના વદન કમલ પર પ્રેમ અને લજ્જાયુક્ત દ્રષ્ટિ જતી આવતી રહે છે. તે શ્રી લક્ષ્મીજીના નેત્રની દ્રષ્ટિરૂપ માળા અમને ધન સંપત્તિ પ્રદાન કરો.विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षमानन्द हेतु रधिकं मधुविद्विषोपि।ईषन्निषीदतु मयि क्षणमीक्षणार्द्धमिन्दोवरोदर सहोदरमिन्दिराय:।।3।।૩. સમગ્ર વિશ્વને ઇન્દ્ર જેવા વૈભવનું દાન આપનાર, મુરારિ માટે આનંદરૂપ લક્ષ્મીજીની અર્ધમીલિત દ્રષ્ટિ મારી પર ક્ષણવાર માટે પણ પડો.आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दमानन्दकन्दम निमेषमनंगतन्त्रम्।आकेकर स्थित कनी निकपक्ष्म नेत्रं भूत्यै भवेन्मम भुजंगरायांगनाया:।।4।।૪. આનંદ રૂપ, અનિમેષ અને પ્રેમના ભંડાર શ્રી મુકુંદને આંખો મીંચીને સૂતેલા જોઈને, આનંદથી અર્ધમીલિત નેત્રો દ્વારા જોનાર, શેષશાયી વિષ્ણુના પત્ની શ્રી લક્ષ્મીજીની તે અર્ધમીલિત દ્રષ્ટિ અમને સમૃદ્ધિનું દાન કરો.बाह्यन्तरे मधुजित: श्रितकौस्तुभै या हारावलीव हरिनीलमयी विभाति।कामप्रदा भगवतो पि कटाक्षमाला कल्याण भावहतु मे कमलालयाया:।।5।।૫. મઘુરાક્ષસને જીતનાર, કૌસ્તૂભ મણિને છાતી પર ધારણ કરનાર શ્રી વિષ્ણુના ઉર પર દ્રષ્ટિની લીલી અને શ્યામરંગની દ્રષ્ટિ રૂપી માળા શોભે છે. ભગવાનમાં પણ પ્રેમ જગાડનાર, શ્રી લક્ષ્મીજીની નેત્રોની કટાક્ષમાલા મારૂં કલ્યાણ કરો.कालाम्बुदालिललितोरसि कैटभारेर्धाराधरे स्फुरति या तडिदंगनेव्।मातु: समस्त जगतां महनीय मूर्तिभद्राणि मे दिशतु भार्गवनन्दनाया:।।6।।૬. જેમ કાળા વાદળોમાં વિજળી ચમકે છે, તે રીતે મેઘ શ્યામ શ્રી વિષ્ણુની છાતી પર શ્રી લક્ષ્મીજી પૂજનીય મૂર્તિ ચળકે છે. તે સમસ્ત જગતને પૂજ્ય અને ભાર્ગવપુત્રીની મૂર્તિ અમને કલ્યાણનું પ્રદાન કરો.प्राप्तं पदं प्रथमत: किल यत्प्रभावान्मांगल्य भाजि: मधुमायनि मन्मथेन।मध्यापतेत दिह मन्थर मीक्षणार्द्ध मन्दालसं च मकरालयकन्यकाया:।।7।।૭. જેના પ્રભાવથી કામદેવે મંગલકારી, મઘુ દૈત્યનો નાશ કરનાર વિષ્ણુના હૃદયમાં સ્થાન જમાવ્યું છે. તે સમુદ્રપુત્રીની મદભરેલી અને અર્ધમીલિત દર્ષ્ટિ ધીરે ધીરે મારી પર પડો. (તેમની કૃપાદ્રષ્ટિ થાઓ.दद्याद दयानुपवनो द्रविणाम्बुधाराम स्मिभकिंचन विहंग शिशौ विषण्ण।दुष्कर्मधर्ममपनीय चिराय दूरं नारायण प्रणयिनी नयनाम्बुवाह:।।8।।૮. શ્રી નારાયણની પ્રિયતમાના નેત્રોમાંથી નિકળતો કરૂણાજળનો પ્રવાહ, આ દરિદ્ર, દરિદ્રતાથી ખિન્ન, નિઃસહાય પક્ષી જેવા બાળક પર, દયારૂપી પવનથી વરસી રહો અને દુષ્કર્મરૂપ તાપને કાયમ માટે દૂર કરી દો.इष्टा विशिष्टमतयो पि यथा ययार्द्रदृष्टया त्रिविष्टपपदं सुलभं लभंते।दृष्टि: प्रहूष्टकमलोदर दीप्ति रिष्टां पुष्टि कृषीष्ट मम पुष्कर विष्टराया:।।9।।૯. વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા, લક્ષ્મીજીને પ્રિય એવા લોકો જેમની દયાર્ક દ્રષ્ટિને લઇને સ્વર્ગપદને સરળતાથી પ્રાપ્ત કરે છે. એવી ખીલેલા કમળની શોભા ધરાવતી શ્રી લક્ષ્મીજીની ઇષ્ટ દ્રષ્ટિ, મને પુષ્ટ કરો.गीर्देवतैति गरुड़ध्वज भामिनीति शाकम्भरीति शशिशेखर वल्लभेति।सृष्टि स्थिति प्रलय केलिषु संस्थितायै तस्यै नमस्त्रि भुवनैक गुरोस्तरूण्यै ।।10।।૧૦. સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારની રમતમાં જે સરસ્વતી, ગરૂડઘ્વજ વિષ્ણુની પત્ની, શાકંભરી કે ભગવાન શંકરની વલ્લભા એવા સ્વરૂપને સ્થિત છે. તે ત્રણ લોકના ગુરૂ (શ્રી વિષ્ણુજીની ભાર્યા, લક્ષ્મીજીને નમસ્કાર.श्रुत्यै नमोस्तु शुभकर्मफल प्रसूत्यै रत्यै नमोस्तु रमणीय गुणार्णवायै।शक्तयै नमोस्तु शतपात्र निकेतानायै पुष्टयै नमोस्तु पुरूषोत्तम वल्लभायै।।11।।૧૧. શુભકર્મોનું ફલ આપનાર શ્રુતિને નમસ્કાર. સૌંદર્યના ગુણોની ભંડાર રતિને નમસ્કાર. કમળમાં વાસ કરનાર શક્તિને નમસ્કાર. પુરૂષોત્તમને પ્રિય એવી પુષ્ટિને નમસ્કાર.नमोस्तु नालीक निभाननायै नमोस्तु दुग्धौदधि जन्म भूत्यै ।नमोस्तु सोमामृत सोदरायै नमोस्तु नारायण वल्लभायै।।12।।૧૨. કમળની નાળ જેવા સુંદર મુખને ધારણ કરનારને વંદન. ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલ (લક્ષ્મી)ને વંદન. ચંદ્ર અને અમૃતની ભગિનીને વંદન. નારાયણ વલ્લભાને વંદન.सम्पतकराणि सकलेन्द्रिय नन्दानि साम्राज्यदान विभवानि सरोरूहाक्षि।त्व द्वंदनानि दुरिता हरणाद्यतानि मामेव मातर निशं कलयन्तु नान्यम्।।13।।૧૩. હે કમળ જેવું મુખ ધારણ કરનાર લક્ષ્મીજી, આપને વંદન કરવાથી સુખ-સમૃઘ્ધિ મળે છે. સામ્રાજ્ય જેવા વૈભવ...