મોરબી : આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાની વ્યાપક બેઠક નવા શિશુ મંદિર શકત શનાળા ખાતે રાખવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, કર્ણાવતી ક્ષેત્ર બજરંગદળ સંયોજક તથા સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કરનું માર્ગદર્શન મળ્યું હતું.વિહીપની આચાર પદ્ધતિ કરી દિપ પ્રાગટય ઉમીયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજ, કિરીટભાઈ મિસ્ત્રી, વિભાગ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવ્યું. નિરંજનદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું. વિહીપના બધા જ આયામોનુ કાર્ય અને તેમનુ મહત્વ કિરીટભાઈ મિસ્ત્રી દ્વારા આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદનો પ્રશિક્ષણ વર્ગ, બજરંગદળનો વર્ગ દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગ, માતૃશકિત વર્ગ પ્રશિક્ષણ વર્ગ નુ મહત્વ પણ કિરીટભાઈ મિસ્ત્રી દ્વારા સમજાવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદના આગામી કાર્યક્રમો જે થવાના છે તેની પણ માહિતી સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ બધાએ સાથે ભોજન પણ લીધું હતું.