કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈમોરબી : ભગવાન બિરસા મુંડાની 150 જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો માટે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા બાબતે ક્લેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 13 થી 15 તારીખ દરમિયાન મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારું આયોજન માટે સબંધિત વિભાગોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.મોરબીમાં 15/11/2025 ના રોજ પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. 13 થી 15 નવેમ્બર દરમિયાન તમામ જિલ્લાવાસીઓ માટે સેવા સેતુ યોજાશે અને શાળાઓમાં ભગવાન બિરસા મુંડા આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાશે. 14 નવેમ્બરના રોજ નવજીવન સ્કૂલ ખાતે કબડ્ડીની સ્પર્ધા પણ યોજાશે.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ કલેક્ટર ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી મુખ્ય મથક સિવાયના અધિકારીઓ વીડિયો મીટના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.