મોરબી : પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી અદેપર કોડ ૧૨મા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આંગણવાડી વર્કર સોનલબેન જે. કોંઢિયા તેમજ ગામની કિશોરીઓએ ભાગ લીધો હતો. તેમજ વર્કર બહેનો તરફથી કિશોરીઓને ઈનામ વિતરણ કરવામા આવ્યું હતું. આ વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર મહિલાઓએ ભાગ લીધો હતો.