સાથી કર્મચારીએ એર કમ્પ્રેસર વડે પૂંઠમાં હવા ભરી દેતા ઈજાગ્રસ્ત યુવાન સારવારમાંમોરબી : મોરબી તાલુકાના ગોર ખીજડીયા નજીક આવેલ પેપર મીલમાં કામ કરતા યુવાન સાથે સાથી કર્મચારીએ ગંદી મજાક કરી પૂંઠના ભાગે એરકમ્પ્રેશનથી હવા ભરી દેતા ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગોરખીજડીયા ગામની સીમમાં આવેલ પલક પેપરમીલમાં કામ કરતા પરમતસિંગ રામધનસિંગ નામના યુવાનને સાથી કર્મચારી કિરણભાઈએ મજાક મજાકમાં એરકમ્પ્રેશનની નળી પૂંઠના ભાગે ઘુસાડી હવા ભરી દેતા ઈજાગ્રસ્ત બનેલા પરમતસિંગને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો અને ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાવમાં આવી છે.