ટંકારા : ટંકારામાં ઘરે-ઘરે તથા ઠેર-ઠેર ગણપતિની મૂર્તિની સ્થાપના વિધિવત રીતે કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં કરવામાં આવી રહી છે. ટંકારામાં ધર્મપ્રેમી જનતા ગણપતિના દર્શનનો તથા મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કરી રહી છે. ટંકારાના મહીલા સરપંચના ધરેથી વિઘ્નહર્તા દેવની વાજતે ગાજતે રાધાકૃષ્ણ મંદિરે પહોચી ભાવિન સેજપાલ સહીતના કાર્યકરો દ્વારા ભાવભેર ગણપતિની પૂજા-અર્ચના અને આરતીનો લાભ લીધો હતો. છેવાડાના વિસ્તાર સરદાર નગર સોસાયટી ખાતે દુદાળા દેવ ગણપતિને બિરાજમાન કરી. PGVCL ના ઈજનેર સોજીત્રાએ દર્શન આરતીનો લાભ લિધો હતો. જેનું વી. કે. ઝાલા દ્વારા સુદર આયોજન કરવામાં આવ્યું હતું. દેરીનાકા રોડ પર આવેલા ચબુતરામા એક દંતાય ગણેશને બિરાજમાન કરી દરરોજ રાત્રે યુવાનો ડીજે ના તાલે ડાડીયા રાસની ધુમ મચાવે છે. આ ઉપરાંત, લો વાસ ખાતે નિલકંઠ મહાદેવ મંદિરના પટરાગંનમા લંબોદરની વિશાળ મૂર્તિ બેસાડી ભક્તિ ભાવથી પુજા અર્ચના કરવામાં આવી રહી છે. ગાયત્રી નગરમા નાના ભુલકાઓએ તેના ગલ્લાની રકમમાથી પંડાલ ઉભો કરી બાળગણેશાને બીરાજમાન કર્યા છે. તથા ત્યાં ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવી રહી છે. ખડીયાવાસના ખુણે યુવાનોએ ગણેશ ઉત્સવનુ ભવ્ય આયોજન કર્યું છે. જ્યા ગણપતિને રોજ જુદા જુદા શૃંગાર કરી ભક્તિ કરવામાં આવે છે. મામલતદાર કચેરી પાસે રહેતા વાદી કુટુંબ દ્વારા આસ્થા ને શ્રધ્ધા સાથે દુખ દુર કરનાર ગણેશ ભગવાને બિરાજમાન કર્યા છે અને રોજ ભાવભેર સેવા પુજા કરવામાં આવે છે. આમ, અનેક વિસ્તારોમાં ગણપતિની સ્થાપના થયેલ હોવાથી આખુ નગર જાણે ગણેશના રંગે રંગાઈ ગયુ છે.