વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીરપર ગામમાં વાડી વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. આ કેસમાં પોલીસે એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 13ના રોજ વીરપર ગામની સીમમાં આવેલ ખારા વાડી વિસ્તારમાં આવેલ વાડીમાં ગે.કા. રીતે દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ 5 લી. પ્લા.ના બુંગીયા નંગ 20, દેશી દારૂ લી. 100 (કિ.રૂ. 2000), પ્લા.ના બેરલ કિ.રૂ. 100 તથા બાચકામાં રાખી તથા દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લી. 50 (કિ.રૂ. 100) નો તથા તૂટેલા બેરલ સહીત કુલ રૂ. 2,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ બનાવમાં રેઇડ દરમિયાન આરોપી સુનિલ ચુંડા રીબડીયા હાજર નહતો. આથી, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate