માળીયા (મી.) : માળીયા (મી.)માં જુના રેલ્વે સ્ટેશન પાસેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. આ બનાવમાં પોલીસે એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ગત તા. 6ના રોજ જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ વોકળાના કાઠે બાવળના ઝુંડમાં મહમદહનીફ કાદરભાઇ ભટ્ટી (ઉ.વ.24)એ ગેરકાયદે દેશી પીવાનો દારુ બનાવવાનો ઠંડો આથાના 200 લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ 3મા ઠંડો આથો લીટર 600, (કિ.રૂ. 1200)નો તથા દેશી દારૂ લી. 50 (કિ.રૂ. 1000)નો મળી કુલ કિ.રૂ. 2200નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ બનાવમાં પોલીસે મુદામાલ કબ્જે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate