વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર ગામમાં માટીની ખાણ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. આ બનાવમાં ભઠ્ઠીના માલિક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 14ના રોજ સતાપર ગામમાં સોપારી ધાર માટીની ખાણ પાસે ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ગાળવાની ભઠી કીશનભાઇ માધાભાઇ મેર (ઉ.વ. 25, ધંધો ખેત મજુરી, રહે. નાળીયેરી, તા. ચોટીલા, જી. સુ.નગર) ચલાવતો હતો. પોલીસની રેઇડ દરમિયાન ગરમ આથો લી. 50 (કિ.રૂ. 100) તથા ઠંડો આથો લી. 400 (કી.રૂ. 800)નો સ્થળ પર નાશ કરેલ છે. તથા ગરમ દારૂ લી. 10 (કિ.રૂ. 200) દેશી દારૂ ગાળવાના ભઠીના સાધનો મળી કુલ રૂ. 1,310ના મુદામાલ જપ્ત કર્યો હતો. અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate