ટંકારા : ટંકારામાં એમ. પી. દોશી વિદ્યાલય ખાતે શિવકૃપાનંદ સ્વામી આશ્રમ ટ્રસ્ટ - નવસારી દ્વારા સમર્પણ ધ્યાનયોગ વિડીયો શિબિર આવતીકાલે તા. 4 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી સાંજે 7-30થી 10 વાગ્યા સુધી યોજવામાં આવનાર છે. આ શિબિર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ - ટંકારાના સહયોગથી યોજાશે. તેમજ શિબિરનું સંચાલન સર્પણ ધ્યાન કેન્દ્ર - મોરબી દ્વારા કરવામાં આવશે. આ શિબિરમાં સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામીના ધ્યાનયોગ વિશેના પ્રવચન રજુ કરવામાં આવશે. આ શિબિરમાં જોડાવા માટે શહેરીજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ વિગત માટે આર. પી. મેરેજા મો. નં. 99797 21850 તથા વાત્સલ્યભાઈ મનીપરા મો. નં. 99095 54155નો સંપર્ક કરવાનો રહેશે.