દાંતની સફાઈ, મોઢાના ચાંદાની સારવાર અને વ્યસન છોડાવવા માટે અપાશે વિનામૂલ્યે માર્ગદર્શન અને ઔષધિમોરબી અપડેટ : મોરબી જિલ્લાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઘરઆંગણે મળી રહે અને સમાજ વ્યસનમુક્ત બને તેવા શુભ આશયથી આજે તારીખ 23/08/2026 ને રવિવારના રોજ સાંજે 4 વાગ્યાથી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે વિનામૂલ્યે વ્યસનમુક્તિ અને દંત ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.કનકેશ્વરી દેવી ગુરુ કેશવાનંદ બાપુ ટ્રસ્ટ દ્વારા આજે સાંજે 4 વાગ્યાથી મોરબી નજીક આવેલા પવિત્ર યાત્રાધામ ખોખરા હનુમાન હરિહર ધામની પુણ્ય ભૂમિમાં વિનામૂલ્યે વ્યસનમુક્તિ અને દંત ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક પ્રકારની દાંતની સારવાર અને વ્યસન મુક્તિ અંગેનું માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવશે.સમાજને વ્યસનમુક્ત અને સ્વસ્થ બનાવવાના આ ભગીરથ પ્રયાસમાં સહભાગી થવા અને આ નિઃશુલ્ક કેમ્પનો વધુ ને વધુ સંખ્યામાં લાભ લેવા આસપાસના વિસ્તારના તમામ ગ્રામજનો અને ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.મહત્વનું છે કે, આંદરણા મુકામે 'કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર' માં આજે સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું હતું. કેશવાનંદબાપુની પ્રેરણા અને કનકેશ્વરી દેવીના માર્ગદર્શનથી યોજાયેલા આ કેમ્પમાં વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન, વ્યસન છોડવામાં મદદરૂપ ઔષધિ, દાંતની સારવાર, દાંતની સફાઈ, પીળા દાંતને સફેદ કરવા માટેની સારવાર અને મોઢામાં વારંવાર થતા ચાંદાની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. #Morbi #MorbiNews #MorbiUpdate #FreeHealthCamp #DeAddiction #DentalCamp #Andarna #KhokharaHanuman #HealthAwareness #GujaratNews