ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ફ્રી મા ગેસ કનેક્શન આપવામા આવ્યા ટંકારા : ટંકારા ગામે આર્ય ઇન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા 'ઉજ્વલ્લા દિવસ'ના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના-૨ની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામા આવ્યા હતા. ટંકારા ગામે આર્ય ઇન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધન ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા , ટી. ડી. પટેલ અને હેમંતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં આજ તા.૧/૫/૨૦૨૨ના રોજ 'ઉજ્વલ્લા દિવસ'ના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના-૨ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે ટંકારા તાલુકાના ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ફ્રી મા ગેસ કનેક્શન આપવામા આવ્યા હતાં અને આ તકે એજન્સીના સંચાલક અરવિંદભાઈ ખોખાણીએ લાભાર્થીઓને (સેફ્ટી કલીનિક) સુરક્ષિત ગેસ કનેક્શન ઉપયોગી સાચી જાણકારી આપી હતી.