મોરબી : પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર વિશ્વના વિવિધ શિવમંદીરોમા દેવાધિદેવ મહાદેવની આરાધના થઈ રહી છે. ત્યારે શ્રાવણ માસના સોમવારનો મહીમા અનેરો હોય છે. શ્રાવણ માસના સોમવાર દરમિયાન વિવિધ શિવમંદીરોમા ભક્તજનો માટે સવિશેષ આયોજન થતા હોય છે. ત્યારે આગામી સોમવાર તા. ૧૬-૮-૨૦૨૧ ના રોજ મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે.બર્ફીલા બાબા અમરનાથ (બરફના શિવલીંગ) ના દર્શનનુ ભક્તજનો માટે આયોજન કરવામા આવે છે. દર્શન સાંજના ૫ થી ૯ કલાક દરમિયાન ખુલ્લા રહેશે. મોરબીની ધર્મપ્રેમી જનતાને શિવ લીંગના દર્શન તેમજ શિવજીની આરાધના માટે પધારવા ભાવભર્યુ નિમંત્રણ સંસ્થાના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયાએ પાઠવ્યું હોવાનું જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..