ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ચા એક માદક પીણાં સમાન ઇન્ટરનેશનલ ટી ડે માટે અલગ-અલગ દેશોમાં 15 ડિસેમ્બર અને 21 મે એમ બે તારીખો ઉજવાય છે. પણ ચારસિકો તારીખોની મુંઝવણમાં પડ્યા વિના ચા પીને માજા કરે છે. ચા લોકોની જીંદગીથી ઘણી હદ સુધી જોડાય ચુકી છે. જેનાથી તે ઈચ્છવા છતા પણ દૂર નથી શકતા. એટલે ગુજરાતી ભાષામાં ચા ઉપર અનેક પંક્તિઓ અને શાયરીઓ રચાય ચુકી છે. એક કપ ચા ત્યાં પીવાતી રહી, એક કપ ચા અહીં પીવાતી રહી, પાસે નહીં પણ એકસાથે, જિંદગીમાં મીઠાશ ઉભરાતી રહી! - અજ્ઞાત આજે ચા એક આંતરરાષ્ટ્રીય પીણું બની ગઈ છે. હિંદુસ્તાન અને ચીનમાં ચા સૌથી વધારે પિવાય છે એવું એક અનુમાન છે. અને હિંદુસ્તાનમાં ચા પીવામાં પ્રથમ નંબર ગુજરાતનો હોય એવી સંભાવના મજબૂત છે. અને ગુજરાતમાં પણ કાઠિયાવાડ તરફ ગરમ ચા પીવાની મજા લૂંટવાની વાત છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ચા એક માદક પીણું છે. ઉલ્લેખનીય છે કે ચામાં કેફીન અને ટેનિન હોય છે. જેનાથી શરીરમાં સ્ફુર્તી જળવાઈ રહી છે. તેમજ ચામાં રહેલા એલ થિયેનાઈન નામનુ અમીનો એસિડ મગજને શાંત રાખે છે. જો કે વધારે ચા પીવાથી એસિડિટી થાય છે. ચા શારીરિક ક્ષમતાને ઘટાડે છે. રાતે ચા પીવાથી ઉંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. ચા વિષે દંતકથા ચા વિશે અનેક પ્રકારની દંતકથાઓ પ્રવર્તે છે. એક દંતકથા મુજબ આજથી 4000 વર્ષો પહેલાં ચીનનો સમ્રાટ શેન-નુંગ ઈ.સ. પૂર્વે 2737માં એક ઝાડ નીચે બેઠો હતો અને સેવક પીવાનું પાણી ઉકાળી રહ્યો હતો ત્યારે એક પાંદડું પાણીમાં પડ્યું. આ એક જંગલી ચા-વૃક્ષનું પત્તું હતું. સમ્રાટ કવિ અને વનસ્પતિશાસ્ત્રી હતો. આ પાણી પીને એણે તાજગી અનુભવી, દરબારીઓને આ પીવા માટે આદેશ આપ્યો, સમ્રાટને ખુશ કરવા બધા પીવા માંડ્યા અને સન 618માં તેંગ વંશ આવતા સુધીમાં આ પીણું જનપ્રિય થઈ ચૂક્યું હતું. ભારતમાં ચા ક્યારે આવી? કહેવાય છે કે બ્રિટનમાં ચીનથી ચા લાવવામાં આવતી પણ એ વધુ ને વધુ અઘરું થવા માંડ્યું, કારણ કે ચીનના રાજાએ સોના સિવાય સોદો કરવાનો ઇન્કાર કર્યો. નેપોલિયન સાથેના યુદ્ધમાં તે વખતે ઇંગ્લેંડ બધું સોનું વાપરી ચૂક્યું હતું. તે વખતે ઉત્તર ભારત (અત્યારનું પાકિસ્તાન)માંથી અફીણનાં જહાજો ભરીને ચીનમાં ગેરકાયદે ચોરી છૂપીથી ચાના બદલામાં અફીણ વેચવાનું શરૂ કર્યું, જેને “અફીણ યુદ્ધ” (OPIUM WAR)કહેવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આસામનાં જંગલોમાં જંગલી ચા હજારો વર્ષોથી ઊગતી હતી પણ ભારતમાં આસામમાં ઈ.સ. 1837માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ચીનથી 80,000 ચાનાં બી વાવીને ચાના બગીચાની શરૂઆત કરી. 1840માં આસામ ચા કંપનીએ મોટા પ્રમાણમાં ચાના બગીચાઓ શરૂ કર્યા. 1900ની સાલમાં ચાનું મોટામાં મોટું ઉત્પાદન આસામમાં શરૂ થયું. અને ચા ભારતનું લોકપ્રિય પેય બની ગયું. આજે ચાનું આશરે 70% ઉત્પાદન ભારતમાં વપરાઈ જાય છે. આજે ભારતના દરેક શહેરમાં ચાની રેકડીઓ જોવા મળે છે અને સવારનું છાપું અને ચા વગર દિવસની શરૂઆત થતી નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..